રસૂલેખુદાﷺનુંચિંતન
હઝરત અલી રદીયલ્લાહો તઆલા અન્હો એ એક વખત સરકારે મદીના સલ્લલ્લાહો અલયહે વસલ્લમને વિનંતી કરી કે, હુઝુર ! આપનો મસ્લક બ્યાન ફરમાવો.
આપે ઘણોજ ટૂંકો, પરંતુ મધુરભાષી જવાબ આપીને પોતાનું જીવનધ્યેય, કર્મયોગ અને આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુને આ રીતે રજૂ કર્યું :
(૧) ઈરફાન (અલ્લાહની ઓળખ) મારી પૂંજી છે.
(૨) બુધ્ધિ મારા દીનની જડ છે.
(૩) મહોબ્બત મારો પાયો છે.
(૪) શોખ (ઉત્કંઠા) મારી સવારી છે.
(૫) ઝિકરે ઈલાહી મારો મિત્ર છે.
(૬) એતેમાદ (વિશ્વાસ) મારો ખજાનો છે.
(૭) આખેરતની ચિંતા મારો રફીક છે.
(૮) ઈલ્મ મારું હથિયાર છે.
(૯) સબ્ર મારો લિબાસ છે.
(૧૦) ખુદાની ઈચ્છા (રઝા) મારી ગનીમત છે.
(૧૧) આજીઝી (નમ્રતા) મારા માટે માન ઉત્પન્ન (એઝાઝ) કરનાર કારણ છે.
(૧૨) ઝોહદ (ઈબાદત) મારો વ્યવસાય છે.
(૧૩) યકીન મારી શક્તિ છે.
(૧૪) સિદ્ક (સત્ય) મારો વકીલ છે.
(૧૫) ઈતાઅત મારો બચાવ છે.
(૧૬) જિહાદ મારું આચરણ છે.
(૧૭ નમાઝ મારી આંખોની ઠંડક છે.
તયબાહ: નવે-ડિસે-1982 પૃ.74.