કડવી-તીખી,પણ વિચારવા જેવી વાત.
રમઝાનમાં સખાવત કરનારાઓ સાવધાની રાખે !
બહારના મસ્જીદ - મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો
ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો?
વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ ઇમદાદ રમઝાનમાં આપી દે છે. કોઈ કોઈ ભિખારી તો એકાદ લાખ કમાઈને જાય છે
વાંકાનેર તાલુકામાં જ બંધાતી મસ્જીદો અને મદ્રેસાઓમાં ફાળો આપવાનું નકકી કરો તો જ આવા તત્વોનાં આગમન પર લગામ લાગશે. હેવાયા થયેલા આ લોકોને ભુલાવવા જરૂરી છે
ઈસ્લામમાં ખયરાતનું ખાસ મહત્વ છે. જરૂરિયાતમંદ ફકીરોને અપાતી ઈમદાદના અઝર જરૂર મળતો હોય છે, પરંતુ આ ઇમદાદ યોગ્ય જરૂરિયાતમંદને અપાય એ પણ એટલું જ જરૂરી છે. રમઝાન માસમાં વાંકાનેર તાલુકામાં ચંદો એકઠા કરનારા અને માંગનારાની ટોળીની ટોળી ઉતરી પડે છે, જેમાં ગુજરાત બહારથી આવનારાઓ પણ હોય છે. રાજસ્થાન, યુ.પી., મધ્ય પ્રદેશ, તામીલનાડુ અને ઠેઠ કાશ્મીર સુધી વાંકાનેર તાલુકાની એવી