ઈસ્લામમાં ચારિત્ર્ય અને સદાચા૨
સંપાદક : હાજી ઉસ્માનભાઈ ખત્રી, ચિશ્તી, (તંત્રી, 'તયબાહવ')
ઈસ્લામ ધર્મમાં નખશિખ ચારિત્ર્ય અને શિષ્ટાચાર, સદવર્તન, નમ્રતા, શુદ્ધ વહેવાર વિ. ઉત્તમ ગુણો પર ઘણો ભાર મુકાયો છે. મલાજો, મર્યાદા શું છે, તેનું પાલન કેટલી હદે કરવું જોઈએ, તે પણ બતાવી દેવામાં આવ્યું છે.
'સુરા નૂર' ના રૂકૂઅ ૮, આયત ૫૯ માં અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “મુસલમાનો ! જ્યારે તમારાં સંતાન પુખ્તવયનાં થઈ જાય, તો તેમણે (રૂમ માં) પ્રવેશવા માટે રજા માગવી જોઈએ, જેમ તેમની પૂર્વેના લોકો ઈજાઝત લેતા રહ્યા છે.” (સુરા નૂર : આયત ૫૯)
કોઈ પણ માણસની પ્રાઈવસી (એકાંત) જળવાવી જોઈએ. તેને પૂછ્યા વિના તેના રૂમમાં કસમયે પણ ઘુસી જવું, નરી બદઅખલાકી છે, જેહાલત, મૂર્ખતા છે.
'સુરા નિસા' ના રૂકૂઅ 5ની આયત-૩૬ માં ઈર્શાદે રબ્બાની છે કે, “અલ્લાહની ઈબાદત કરો, કોઈને તેનો શરીક ઠેરવો નહિ, મા-બાપ, સગાંવહાલાં, અનાથ, મેહતાજ, નજીક રહેતા પાડોશીઓ, અજાણ્યા પાડોશીઓ, (તમારી) પાસે બેસનારાઓ, મુસાફરે અને