ઈસ્લામના પહેલા ખલિફા
હઝરત અબુબક્ર સિદ્ધિકે અકબર
((રદિયલ્લાહો તઆલા અન્હો))
(સંપાદક : (મરહુમ) હાજી અબ્દુલ ગફફાર ચોલા સાહેબ, મુ. જામનગર)
સવાલ : હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)નો જન્મ કઈ ઈસ્વીસનમાં અને ક્યાં સ્થળે થયો હતો?
જવાબ : ઈ.સ. ૫૭૨માં અને મક્કા શરીફમાં તેમનો જન્મ થયો હતો.
સવાલ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ની પયદાઈશ પછી કેટલા વર્ષો બાદ હઝરત સિદ્દિકે અકબર પયદા થયા હતા ?
જવાબ : લગભગ બે વર્ષ પછી તેમનો જન્મ થયો હતો.
સવાલ : હઝરત સિદ્દિકે અકબરનો જન્મ હિજરી સન શરૂ થઈ, તેના કેટલા વર્ષ પહેલાં થયો હતો ?
જવાબ : પચાસ વર્ષ અને છ મહિના પહેલાં થયો હતો.
સવાલ : 'હાથીવાળાઓનો હુમલો' મક્કા પર થયો હતો, જેની તફસીતર કુરઆને પાકની ‘સૂરહ અલમતરા કયફા'માં છે એ બનાવના કેટલા સમય પછી હઝરત સિદ્દિકે અકબરનો જન્મ થયો હતો ?
જવાબ : અઢી વર્ષ પછી થયો હતો.
સવાલ : હઝરત સિદ્દિકે અકબર હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)થી કેટલા વર્ષ નાના હતા?
જવાબ :